“દલિત સમાજનુ ભવિષ્ય“
અગર મનુષ્ય ઇચ્છે તો શુ નથી કરી શકતો, બધુ જ કરી શકવાની ક્ષમતા દરેક મનુષ્યમાં હોય જ છે, બસ જરૂર હોય છે તો ફક્ત તે ક્ષમતા અથવા તો તે આવડતની જ. અને જ્યારે તમે તમારી આવડત પર વિશ્વાસ રાખીને આગળ વધશોને ત્યારે તમને એમ થશે કે અરે આ તો હુ બહુ પહેલા પણ કરી શકુ તેમ હતો, અને જો ત્યારે જ મે કર્યુ હોત તો આજે હુ ક્યાંય પહોંચી ગયો હોત. બસ મિત્રો તમે આગળ વધો. દૂનિયાની ચિંતા ના કરો કે લોકો શુ કહેશે, વગેરે, કેમકે લોકોનુ કામ છે કહેવુ. આપણે આપણા ગાંધીજીની જ વાત કરીએ, તો તેમને એક વાર ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાથી રંગભેદના કારણે અપમાન કરીને ઉતારી દિધા હતા, જો ત્યારે તે એમ સમજ્યા હોત ને કે મારે હવે આ ગોરા લોકો સામે નથી આવવુ તો આજ પણ આપણે કોઇ એક ગોરાની સેવા કરતા હોત, પણ ના ગાંધીજીએ એમ ના વિચાર્યુ અને દેશને આઝાદી અપાવવા માટે તેણે લડત શરૂ કરી અને તે આઝાદી અપાવીને જ રહ્યા. પણ હું અહી ગાંધીજીની વાત કરવા નથી માંગતો હું તો એ કહેવા માંગુ છુ કે આવા તો ઘણા જ દાખલા છે જે તમે પણ વાંચ્યા હશે,પણ ફક્ત વાંચવાથી કશુ જ નથી મળતુ તેમના પર અમલ કરવાથી મળે છે. આપણે લોકો ભલે આ મહાન સિધ્ધાંતને ના સમજી શક્યા પણ આપણા દલિતના જ ઘરની એક નાની બાળા આ વાત નો મર્મ સમજી ગઇ અને તેણે તેની આવડત આગળ વધારી અને અત્યારે તે એક વિજેતા છે. હાં હું વાત કરુ છુ એ છોકરીની કે જે હજી એક બાળા છે અને તેમનુ નામ વિશ્વા જનેશભાઇ બઢિયા છે, વિશ્વા અમદાવાદના ગાંધીઆશ્રમ વિસ્તારમા રહે છે, અને તેણે પણ મે કિધુ એ જ રીતે તેણે પણ થોડા એવા ઉદાહરણ જોયા પણ તેણે ફક્ત તે વાંચ્યા જ નહી પણ તેણે તેમાથી પ્રોત્સાહન મેળવ્યુ, અને તેણે પણ આગળ વધવાનુ નક્કિ કર્યુ અને અંતે તે તેમા કામિયાબ પણ થઈ જ કેમ કે તેમને ખુદ પર વિશ્વાસ હતો.
મિત્રો માનવામા નહી આવે પણ એક છોકરી હોવા છતા તેણે રાઇફલ્સ શુટીંગમા આગળ વધવાનુ નક્કિ કર્યુ, અને અંતમા તેણે પુણામા યોજાયેલી શુટીંગ સ્પર્ધા ભાગ લઇને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીતી બતાવ્યા છે, અને આ સિવાય પણ તેણે સ્ટેટ લેવલની સ્પર્ધામાં પણ ઘણી જ વખત આ રીતે મેડલ જીતેલા છે. ગગન નારંગ અને અભિનવ બિન્દ્રા જેવા લોકોમાથી પ્રોત્સાહીત થઇને તેણે આ મુકામ આંબ્યો છે, જો તેણે પણ કઈંક એમ વિચાર્યુ હોત કે હુ એક છોકરી છુ, અને આ બધુ મારુ કામ નથી તો આ જ એ વિશ્વાની જગ્યા પર કોઇ બીજુ જ નામ હોત.
– THE SIKANDAR