દલિતોનુ નાક, પ્રથમ અબજપતિ દલિત
ઘણા પાસેથી આપણે સાંભળતા હોઇએ છીએ કે, “ભાઇ જેનુ જે કામ હોય તે જ તેને કરવુ જોઇએ” મારો કહેવાનો મતલબ એ જ છે કે જો આપણે કઇંક અલગ કરવાનુ વિચારીએ, તો લોકો આપણને સાથ દેવાને બદલે કહેશે કે ભાઇ એ તારુ કામ નથી કેમકે એ તમારા લોકોનો ધંધો નથી. જેમકે આપણે આપણા દલિત ભાઇઓનુ જ ઉદાહરણ લઇએ, “ એક આપણા જ દલિત ભાઇને નોકરી કે ખેતિ કરવાને બદલે કોઇ મોટો બિઝનેસ કરવાનો હતો, અને તેણે જ્યારે આ વાત બધાને જણાવી ત્યારે કોઇએ તેમનો સાથ તો ના દીધો પણ તેમનાથી વિપરીત તેમને ડરાવવા લાગ્યા કે ભાઇ આ આપણુ કામ નથી આ તો કોઇ મોટા પટેલ કે કોઇ બીજા લોકો કરી શકે આપણે તો ફક્ત ખેતી કે નોકરી જ કરી શકીએ, ધંધો કરવો આપણા લોહીમાં નથી ભાઇ. અને આમ પેલાના મનસુબા પર પાણી ફરી વળે છે, અને તે પણ આખરે ધંધો કરવાના વિચારને માંડી વાળે છે.
બસ, આ જ મનસુબા સાથે આપણા દલિત ભાઇઓ આજ પણ કોઇ નવું સાહસ ખડવાથી ડરે છે, એ જ વિચારથી કે કદાચ ધંધામા ખોટ થશે તો, અથવા તો આપણે ધંધો નહી સંભાળી શકિએ તો, પણ આવુ કાંઈ જ નથી હોતુ ભાઇ એ બસ આપણા લોકોનો વહેમ માત્ર જ છે, તમે જ વિચાર કરો શુ કોઇ મનુષ્ય જન્મથી જ મહાન હોય છે. ના તે બને છે પોતાના બળે, અને આપણા દલિત ભાઇઓ કોઇ ધંધો ના કરી શકે એ વાતને ખોટી પાડી છ, આપણા જ એક દલિત ભાઇએ, કે જેમનુ નામ છે “ રાજેશ સારૈયા “ તેમણે આ વાતને ખોટી પાડી છે કે આપણા દલિત ભાઇઓ ધંધો નો કરી શકે, કેમ કે તેમણે ખુદ ધંધો કર્યો છે, અને એટલુ જ નહી પણ એ અત્યારે અબજોપતિ છે, તેમનુ નામ ભારતના ધનિકોમાં પણ સામેલ છે, અને તેમની પોતાની જ STEELMONT નામની બહુ જ મોટી કંપની પણ છે.
અત્યારે દલિતો ના નાક ગણાતા રાજેશભાઇ નો જન્મ દેહરાદૂનમા કોઇ એક મધ્યમ કુટુંબમા થયો હતો. અને તેમણે રશિયામા એરોનોટીકલ નો અભ્યાશ કર્યો હતો, તેઓ હંમેશા એક વાત કહે છે,
“લોકોમાં અંદરથી ફેરફાર હોય છે . તેઓ તેમની વિચારધારા બદલી, તેમની માનસિકતા અને શું થઈ રહ્યું છે તે માટે સમગ્ર વિશ્વમાં જુઓ. ઘણી તકો છે”
દલિત ભારતીય ચેમ્બર ઓફ કોમર્સ દલિત સાહસિકો એકત્રિત કરવાનો હેતુ રાખે છે, અને તેમના દ્વારા આયોજીત અનેક સફળ કોન્ફરસના કિસ્સાઓ છે. જ્યારે પણ વાત થાય છે કે દલિત કાંઇ આગળનુ ના કરી શકે ત્યારે રાજેશભાઇ નુ નામ મોખરે હોય છે, તેમણે તેની સુઝબુઝ અને પોતાની આવડત વડે દૂનિયા ને સિધ્ધ કરી બતાવ્યુ કે દલિતોમા જો તેમને તેમની કાબલિયત પર વિશ્વાસ આવી જાય તો તે પણ ક્ષિતિજને આંબી શકે છે, માટે જ અત્યારે રાજેશભાઇ આપણા દલિતના નાક બરાબર છે, અને તેમને જ કહેલા શબ્દો આજે મને બરાબર જ યાદ છે,
“ કે જો કોઇ પણ દલિત અગર ચાહે અને તે તેમની આવડત પર પુરેપુરો વિશ્વાસ રાખીને તે આગળ વધે તો હું જાણુ છુ કે ત્યાર બાદ તો હું દ્વિતિય અબજપતિ જ કહેવાય.”
– THE SIKANDAR